માર્ચ મહિનાથી સતત બંધ રહેલી શાળા-કોલેજો કોરોના કાળ બાદ આજથી શરૂ થવા જઈ રહી છે. રાજ્યમાં આજથી શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થશે. ધોરણ 10 અને 12 તેમજ અન્ડર ગ્રેજ્યુએટના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ અને પોસ્ટ ગ્રેજ્યુએટના વિદ્યાર્થીઓની કોલેજની આજથી શરૂઆત થવાની છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને શાળા-કોલેજોમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ વર્ષમાં પ્રથમવાર શિક્ષણનું કાર્ય શરૂ થઈ રહ્યું છે. મહત્વનું છે કે અત્યાર સુધી વિદ્યાર્થીઓ ઓનલાઇન અભ્યાસ કરી રહ્યાં હતા.