ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ સમાન આદ્યશક્તિ માં અંબાના ધામ અંબાજી ખાતે આજથી ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ થઇ ગયો છે. ત્યારે આજે સવારે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ માતાજીનો રથ ખેંચી મેળાનો પ્રારંભ કરાવ્યો છે. માઈ ભક્તો માટે દેવસ્થાન ટ્રસ્ટ તરફથી આઠ કરોડનો વીમો લેવામાં આવ્યો છે. આ મેળાની થીમ સ્વચ્છતા રાખવામાં આવી છે. વરસાદથી ભક્તોને કોઈ તકલીફ ન પડે એટલે 5 વિશાળ વોટપ્રુફ ડોમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે મહિલાઓ, વૃધ્ધો અને દિવ્યાંગ લોકો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે ભાદરવી પૂનમના મેળાને લઈને અંબાજી અને દાંતાની મહત્તમ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે.