પ્રખ્યાત કોમેડિયન રાજુ શ્રાવાસ્તવનું અવસાન થઈ ગયું છે. દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા છે. તેમના પરિવારે આ વાતની જાણકારી આપી છે. 10 ઓગષ્ટના રોજ જીમમાં વર્કઆઉટ કરતી વખતે તેમની તબિયત લથડી હતી અને ત્યારબાદ તેમને એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ 42 દિવસથી 'કોમા'માં હતા. ત્યાં તેમની સારવાર ચાલી રહી હતી. તેમની તબિયતમાં સુધારો ન થતાં તેમને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર મૂકવામાં આવ્યા હતા.