જાણીતી હાસ્ય કલાકાર ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)એ શનિવારે એનડીપીએસ એક્ટ ૧૯૮૬ની જોગવાઇ હેઠળ ધરપકડ કરી હતી. એનસીબી દ્વારા હાથ ધરવામાં આવેલી પૂછપરછ દરમિયાન ભારતી અને તેના પતિ હર્ષે ગાંજાનું સેવન કરતા હોવાની કબૂલાત કરી હતી. ભારતી અને તેના પતિને રવિવારે કોર્ટ સમક્ષ રજૂ કરશે.
એક ડ્રગ પેડલરની પૂછપરછ દરમિયાન બંનેના નામ સામે આવ્યા બાદ એનસીબીને ભારતી સિંહના મુંબઇ સ્થિત કાર્યાલય અને નિવાસસ્થાનોની તપાસ દરમિયાન ૮૬.૫ ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. બંનેના મુંબઇના અંધેરી, લોખંડવાલા અને વર્સોવા ખાતેના નિવાસસ્થાને કલાકો સુધી પૂછપરછ કરી હતી. બંનેએ ડ્રગ સેવન કરતા હોવાની કબૂલાત કરી હતી.