દેશના ઉત્તરિય ભાગોમાં સતત હિમ વર્ષા થઇ રહી છે. ત્યારે ઉત્તર દિશા તરફથી ઠંડા અને સૂકા પવનો ફૂંકાઇ રહ્યાં છે. જેના કારણે ગુજરાતમાં પણ હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, બે દિવસ દરમિયાન બનાસકાંઠા, ગાંધીનગર, આણંદ, વડોદરા, ભાવનગર, અમરેલી, જુનાગઢ, કચ્છમાં ગાત્રો થિજાવતી ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે. 16મી જાન્યુઆરી સુધી રાજ્યમાં 10 ડિગ્રી સુધી લઘુત્તમ તાપમાન રહેશે. એટલે કે, આ વર્ષે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે પણ કડકડતી ઠંડી પડવાની આગાહી છે.