દિલ્હી સહિત ઉત્તર ભારતમાં આજે સવારે ફરી એકવાર ઠંડીનું જોર વધ્યું હતુ. હવામાન વિભાગની માહિતી અનુસાર, દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ફરી એકવાર હળવો વરસાદ થવાની સંભાવના છે, જેના કારણે ફરીથી ત્યાં ઠંડીમાં વધારો થઇ શકે છે.
હવામાન વિભાગ તરફથી મળેલી માહિતી અનુસાર પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં 29 અને 30 જાન્યુઆરીએ વરસાદ અને હિમવર્ષાના સંકેતો જોવા મળી રહ્યા છે. જેની સીધી અસરથી ઉત્તર ભારતમાં ફરી ઠંડીનો પ્રકોપ જોવા મળશે. આ ઉપરાંત દિલ્હી સહિત મેદાની વિસ્તારોમાં આ બંને દિવસે હળવો વરસાદ કે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. હવામાન વિભાગની માહિતી અનુસાર, દિલ્હીમાં ગઈકાલે લઘુત્તમ તાપમાન 12.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે આ મહિનામાં સૌથી વધુ હતું.