સમગ્ર કાશ્મીરમાં તાપમાન શૂન્ય ડિગ્રી સેલ્સિયસ નીચે જતા રહેવાની સાથે શીત લહેર શરૂ થઇ ગઇ છે. બીજી તરફ શ્રીનગરમાં રાતના સમયે સિઝનનું સૌથી ઓછું તાપમાન નોંધવામાં આવ્યું હતું તેમ અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું.
સવારના સમયે ધુમ્મસને કારણે શ્રીનગર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એર ટ્રાફિકને અસર થઇ હતી. કાશ્મીર ખીણમાં તાપમાન ઘટવાની સાથે ધુમ્મસનું પ્રમાણ વધ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીરનું ગરમીની સિઝનના પાટનગર શ્રીનગરમાં રાતના સમયે માઇનસ ૧.૮ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું. જે એક દિવસ પહેલા માઇનસ ૧.૨ ડિગ્રી સેલ્સિયસ હતું. જે આ સિઝનનું સૌથી ઓછું તાપમાન છે.કાશ્મીરમાં પહલગામ માઇનસ ૩.૩ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે રાજ્યનું સૌૈથી ઠંડુ સ્થળ હતું.