કાશ્મીરમાં ઠંડીનું જોર વધી રહ્યું છે. ઉત્તર કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં લઘુતમ તાપમાન માઇનસ આઠ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે.
બાંદીપોરામાં જમ્મુ-કાશ્મીરનું સૌથી ઓછું તાપમાન નોંધવામાં આવ્યું હતું. ત્યારબાદ દક્ષિણ કાશ્મીરના પુલવામામાં લઘુતમ તાપમાન માઇનસ ૭.૩ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું છે. શોપિયાંમાં ૬.૯ ડિગ્રી સેલ્સિયસ ઠંડી હતી.
શ્રીનગરનું લઘુતમ તાપમાન માઇનસ ૫.૩ ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. આ વખતની ઠંડીની સિઝનમાં કાશ્મીરના મોટા ભાગના વિસ્તારોમાં બરફ વર્ષા થઇ નથી.