ગુજરાતમાં ઠંડીનો બીજો રાઉન્ડ શરુ થઈ ગયો છે. રાજ્યમાં વહેલી સવારે અને સાંજના સમય બાદ ઠંડા પવન ફુંકાઈ રહ્યા છે. આ સાથે જ કચ્છના નલિયામાં ગુજરાતનું સૌથી નીચું તાપમાન 3.8 ડિગ્રી નોંધાયું હતું. રાજ્યમાં સાંજ પડતા જ રસ્તાઓ જાણે સુમસાન બની જાય છે. લોક ઠંડીથી બચવા માટે ઠેર ઠેર તાપણા કરી રહ્યા છે. અમદાવાદ શહેરનું તાપમાન પણ નીચું જતું રહ્યુ છે. અમદાવાદમાં 8.6 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. રાજ્યમાં હજુ પણ ઠંડી રહેવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ કડકડતી ઠંડી પડી રહી છે.