વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કાશ્મીરની પર્વતમાળાઓમાં ભારે હિમવર્ષાના પગલે કાશ્મીર ખીણમાં ડિસેમ્બર મહિનામાં પડતી ઠંડીએ છેલ્લા ૧૦ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. જમ્મુ-કાશ્મીરની ઉનાળુ રાજધાની શ્રીનગરમાં માઇનસ ૬.૪ ડિગ્રી તાપમાન સાથે છેલ્લા ૧૦ વર્ષની ડિસેમ્બરની સૌથી ઠંડી રાત નોંધાઈ હતી. શ્રીનગરમાં બુધવારનું મહત્તમ તાપમાન ૩ ડિગ્રી નોંધાયું હતું. લદ્દાખના દ્રાસમાં માઇનસ ૨૬.૫ ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. જ્યારે લદ્દાખમાં માઇનસ ૧૬.૧ અને કારગિલમાં માઇનસ ૧૬.૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.