ગુજરાતમાં હવે ઠંડીનું જોર વધી રહ્યું હોય તેવું અનુભવાય છે. ઉત્તર ભારતમાં હિમ વર્ષાને પગલે રાજ્યમાં કડકડતી ઠંડી વધી રહી છે. જ્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુજરાતમાં આગામી ચારથી પાંચ દિવસ તાપમાનમાં કોઇ ફેરફાર થાય તેવી શક્યતા નથી. જેના કારણે રાજ્યમાં ઠંડીનો પારો આવો જ રહેશે.
સોમવારે તાપમાનની વાત કરીએ તો, નલિયામાં 8.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. જે ગુજરાતમાં સૌથી ઓછું તાપમાન હતુ. આ સાથે આઠ શહેરોમાં ઠંડીનો પારો 12 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. આ સાથે અમદાવાદમાં 13.1 ડિગ્રી સાથે લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 1 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. ડીસા, ગાંધીનગર, પાટણ, ભૂજ, વડોદરા, પોરબંદર, રાજકોટમાં તાપમાન 12 ડિગ્રીથી નીચું નોંધાયું હતુ.