દેશમાં છેલ્લાં અઠવાડિયાથી ચાલેલી શીતલહેર વર્ષના અંતિમ દિવસે પણ યથાવત્ રહી હતી. જમ્મુ-કાશ્મીરના ચિલ્લાઈ કલાનની અસર ગુરુવારે પણ પર્વતીય અને મેદાની રાજ્યોને ધ્રુજાવી ગઈ હતી. પર્વતીય રાજ્યોમાં થયેલી વ્યાપક બરફવર્ષાને કારણે મેદાની રાજ્યોમાં પારો ગગડયો હતો અને ઉત્તરભારતના મેદાની રાજ્યો ઠુઠવાયા હતા. રાજસ્થાનના ચુરુમાં માઈનસ ૧.૩, હરિયાણાના હિસારમાં માઈનસ ૧.૨, હરિયાણાના જ નારનૌલમાં માઈનસ ૦.૫ જ્યારે રાજસ્થાનના સિકરમાં ૦ જ્યારે પિલાનીમાં ૦.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજસ્થાનના માઉન્ટ આબુમાં સતત ત્રીજા દિવસે પારો માઈનસમાં જ જોવા મળ્યો હતો. ગુરુવારે તાપમાન માઈનસ ૪.૪ ડિગ્રી નોંધાયું હતું.