ઉત્તર ભારતમાં હિમવર્ષાની અસર હેઠળ શુક્રવારે ગુજરાતમાં પણ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ડિસેમ્બરમાં નલિયામાં ૧૦ વર્ષનો રેકોર્ડ તૂટયો છે અને તાપમાનનો પારો ૬ ડિગ્રી ગગડી ૨.૫ ડિગ્રી નોંધાયો છે. રાજ્યમાં મહત્તમ તાપમાનમાં સરેરાશ ૩.૬ ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. ગુજરાતમાં ખાસ તો સૌરાષ્ટ્ર-કચ્છમાં હજુ પણ બે દિવસ કોલ્ડવેવ યથાવત્ રહેશે તેવી હવામાન ખાતાની આગાહી છે. બીજી બાજુ રાજસ્થાનના હિલસ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાન માઇનસ ર.૦ નોંધાયું છે. ગુરુવારે માઉન્ટ આબુમાં તાપમાન માઇનસ ૧ ડિગ્રી નોંધાયું હતું અને રાત્રી દરમિયાન ઠંડીનું જોર વધતાં મોડી રાત્રે ઠંડા પવન સાથે તાપમાન ઘટીને માઇનસ બે ડિગ્રી થઈ ગયું હતું. માઉન્ટ આબુના કુંભારવાડા ગામમાં માઇનસ ૪ ડિગ્રીની આસપાસ તાપમાન થયું હોવાનું સ્થાનિકોનું અનુમાન છે. રાજસ્થાનના ચુરુમાં તો તાપમાનનો પારો ગગડીને માઇનસ ૩ પર પહોંચી ગયો હતો.