સીએનજી ગેસના ભાવમાં વધુ એક વખત કિલો ગેસ ઉપર ૧.૫૦ રૂપિયાનો ભાવ વધારો આવી જતા અમદાવાદમાં કિલો ગેસનો ભાવ ૭૪.૫૯ રૂપિયા થઇ ગયો છે. જેને લઇને અમદાવાદમાં રિક્ષા ચલાવતા ૨ લાખ લોકોની માઠી દશા બેઠી છે. રિક્ષા ભાડા વધતા નથી, ગેસના ભાવ ઘટાડવાને બદલે વધતા જઇ રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં કિલો ગેસ ઉપર ૨૦ રૂપિયાનો તોતિંગ ભાવ વધારો ઝિંકી દેવાયો છે. જેના વિરોધમાં આજે મેમનગર ફાયર સ્ટેશન ખાતે રિક્ષા ચાલકોએ વિરોધ પ્રદશન યોજીને આક્રોશ ઠાલવ્યો હતો.