ગુજરાતમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ત્યારે અમદાવાદ બાદ આજે સુરતના કેટલાક વિસ્તારોમાં કરફયૂ લાગુ કરી દેવામાં આવ્યો છે. CMO સચિવ અશ્વિની કુમારે પ્રેસ કોન્ફરન્સ સુરતના 5 વિસ્તારમાં આજ મધરાતથી કરફ્યૂની જાહેરાત કરી છે. જેમાં લાલગેટ, અઠવા લાઇન્સ, લિંબાયત, સલાબત પુરા અને મહિધરપુરા વિસ્તારનો સમાવેશ થાય છે. આરોગ્ય વિભાગ હોટસ્પોટ નક્કી કર્યા છે. આ વિસ્તારમાં કડક અમલ કરવાનો સરકારે નિર્ણય લીધો છે. સુરતમાં 5 વિસ્તારમાં આજે મધ્યરાત્રિથી 22મી એપ્રિલ સુધી કરફયૂનો અમલ કરવાનો સરકારે નિર્ણય લીધો છે. જણાવી દઈએ કે, સુરતમાં છેલ્લાં 2 દિવસથી સતત કોરોનાના કેસો વધતાં જોઈ રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે.
કરફયૂના આ દિવસો દરમિયાન જીવનજરૂરી ચીજવસ્તુઓ જેવી કે દૂધ, શાકભાજી, દવાઓ, કરિયાણુ વગેરેની ખરીદી માટે બપોરે 1થી 4ના સમયમાં માત્ર મહિલાઓ માટે કરફયૂ મુકિત આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે કોરોનાનાં હોટસ્પોટ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પણ 14 એપ્રિલે કરફયૂ લાગુ કર્યો છે.