કોરોના વાયરસની મહામારી વચ્ચે પોતાનો જીવ જોખમમાં મૂકી કાર્ય કરતા વિવિધ વિભાગોના કર્મચારીઓને લઈને રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે ફરજ પર કર્મચારીના મૃત્યુ થવા પર 25 લાખના વળતરની જાહેરાત કરી છે. આ અંગે મુખ્યપ્રધાનના સચિવ (CMO) અશ્વિની કુમારે પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું હતું કે, પોલીસકર્મી, આરોગ્યકર્મી, મહેસુલ, નગરપાલિકના સફાઈકર્મીઓ, અન્ન નાગરિક પુરવઠાના કર્મચારીનું કોરોનાથી મૃત્યુ થાય તો સરકાર 25 લાખ રૂપિયા સુધી સહાય આપશે.