ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગુરૂવારે(27 ફેબ્રુઆરી) મહાકુંભ 2025ના સફળ આયોજનનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપતા આ હકિકતમાં વૈશ્વિક આયોજન ગણાવ્યું. ત્યારે પોલીસના અભિનંદન કાર્યક્રમમાં બોલતા મુખ્યમંત્રી યોગીએ મહાકુંભમાં તૈનાત પોલીસ કર્મચારીઓના વખાણ કર્યા અને તેમના માટે એક અઠવાડિયાની રજા જાહેર કરી. જે પોલીસ કર્મચારી ડ્યૂટીમાં છે પરંતુ આ રજા અલગ-અલગ તબક્કામાં આપવામાં આવશે. તેમણે કહ્યું કે, 'ડ્યૂટી પર તૈનાત પોલીસ કર્મચારીઓને કુંભ મેડલ અને પ્રશંસાપત્ર પણ આપવામાં આવશે. સાથે જ અહીં તૈનાત અધિકારીઓને 10 હજારનું બોનસ આપવામાં આવશે.'