દેશ અને દુનિયામાં ધાર્મિક પુસતકોનું સૌથી મોટું કેન્દ્ર ગીતા પ્રેસ (Geeta Press)ના ટ્રસ્ટી બૈજનાથ અગ્રવાલનું નિધન થઈ ગયુ છે. તેમણે 90 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા છે. તેમણે વર્ષ 1950માં ગીતા પ્રેસ ટ્રસ્ટ જોઈન કર્યું હતું. શહેરના સિવિલ લાઈન્સ સ્થિત હરિઓમનગર આવાસ પર શુક્રવારે રાત્રે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ટ્રસ્ટી તરીકે સમ્માનિત પણ કર્યા હતા.