ઉત્તરપ્રદેશના મેરઠમાં મવાનાની ૧૯ વર્ષીય પ્રિયા સિંઘ નામની ખેલાડીએ ૨૨ જૂનથી શરુ થવા જઈ રહેલા ISSF જુનિયર વર્લ્ડકપમાં ભાગ લેવા માટે ખર્ચના નાણા ન હોવાથી ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આર્થિક મદદ માટે પત્ર લખ્યો હતો. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ખેલાડીને ૫૦ મીટર રાયફલ કેટેગરીમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે યાત્રાનો તમામ ખર્ચ આપવા ખાતરી આપી છે.