આજે વલસાડ જિલ્લામાં 77મા સ્વાતંત્ર પર્વની રાજ્યકક્ષાની ઉજવણી થવા જઈ રહી છે. ત્યારે રાજ્યપાલ અને સીએમ ભૂપેન્દ્ર પટેલ ઉજવણીમાં ભાગ લેશે. તો સીએમ કરોડો રૂપિયાના વિકાસના કામોનું ઉદ્ઘાટન કરશે. તેમજ આજે પોલીસ પરેડ, પોલીસ ફોર્સ નિદર્શન અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. બીજી તરફ શહેરના તમામ મહત્વના સ્થળોને તિરંગા અને રંગબેરંગી રોશનીથી શણગારી દેવામાં આવ્યું છે.