કચ્છના અસરગ્રસ્ત વિસ્તારોમાં આજે CM રૂપાણીએ મુલાકાત લીધી હતી અને કોટેશ્વર ખાતે મુખ્યમંત્રી દ્વારા સમીક્ષા બેઠક પણ યોજવામાં આવી હતી. અધિકારીઓ સાથે અછત અંગે સમીક્ષા કરી અને ઘાસ અને પાણીની સમસ્યાને ઉકેલવાની ચર્ચા કરી હતી. CM રૂપાણીએ મીડિયા સાથે વાત કરતા કડીના દલિત સમાજના બહિષ્કાર અંગે જણાવ્યું હતું કે, આ પ્રકારોનો બહિષ્કાર ચલાવી લેવામાં નહીં આવે અને સરકાર કડક પગલાં ભરશે એવી ખાત્રી પણ આવી હતી.
દલિત સમાજના યુવકના લગ્નમાં કાઢવામાં આવેલા વરઘોડાના વિવાદ અંગેના પ્રશ્ન ઉપર CM રૂપાણીએ જણાવ્યું હતું કે, 'આ કોઇપણ પ્રકારે ચલાવી લેવામાં આવશે નહીં. સરકાર સ્પષ્ટ છે કોઇપણ દલિત હોય કે કોઇપણ સમાજના હોય. એ પોતાના પ્રસંગો આનંદથી ઉજવે, ઘોડા ઉપર બેસીને જાય, વરઘોડો પણ કાઢે કોઇપણ પ્રકારની સામાજિક વિસંવાદીતતા સરકાર ચલાવવા માંગતી નથી. કડી પાસેના ગામમાં જે ઘટના બની છે તે અંગે સરકારે ગઇકાલથી જ પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. પોલીસે આ કેસમાં ગુનેગારોની ધરપકડ પણ કરી છે. દલિતો માટે સરકારની પૂર્ણરૂપે સહાનુભૂતિ છે. તે અંગે સરકાર કડકમાં કડક પગલાં લેશે અને લઇ રહી છે'.