રાજસ્થાનના CM અશોક ગેહલોતે દારૂબંધી અંગે નિવેદન કર્યું હતું કે, "ગુજરાતમાં ઘરે ઘરે દારૂ પીવાય છે." જેના પર હવે ગુજરાતના CM રૂપાણીએ આક્રોશ વ્યક્ત કરતા કડક શબ્દોમાં કહ્યું છે કે, "અશોક ગેહલોતે ગુજરાતની જનતાની માફી માંગવી જોઇએ. તમામ ગુજરાતીઓને દારૂડીયા કહ્યાં છે તે તેમને શોભતું નથી." ગેહલોતે સવા 6 કરોડ ગુજરાતીઓનું અપમાન કર્યું છે...ગુજરાત કોંગ્રેસે આ અંગે જવાબ આપવો જોઇએ.