મુખ્યમંત્રી વિજય રૂપાણી કોબાસ્થિત પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં હાજરી આપવા પહોંચ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ બેઠકમાં લોકસભા ચૂંટણીની ચર્ચા તો થવાની છે પણ સાથે સાથે તાજેતરમાં ગુજરાત ભાજપના કેટલાક સંગઠન નેતાઓ સામે થયેલા ગંભીર આક્ષેપ અંગે પણ ચર્ચા થઈ શકે છે. પ્રદેશપ્રમુખ જીતુ વાઘાણી સહિતના હોદ્દાદારો પણ બેઠકમાં ભાગ લઈ રહ્યાં છે.