મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ (Corona positive) આવ્યો છે. રવિવારે વડોદરા શહેર (Vadodara city) ખાતે એક સભા દરમિયાન તેઓ ચાલુ ભાષણમાં ઢળી પડ્યા હતા. જે બાદમાં તેમને અમદાવાદની યુ.એન. મહેતા (U N Mehta hospital) હૉસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. અહીં તેમના તમામ રિપોર્ટ સામાન્ય આવ્યા હતા. આ દરમિયાન તેમનો કોરોના રિપોર્ટ પણ કરવામાં આવ્યો હતો. આજે એટલે કે સોમવારે સવારે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સીએમ વિજય રૂપાણી ઉપરાંત બીજેપી સંગઠન મંત્રી ભીખુભાઈ દલસાણિયા અને કચ્છ બેઠક પરથી બીજેપીના સાંસદ વિનોદ ચાવડા પણ કોરોના પોઝિટિવ આવ્યા છે.