મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા અડાલજ ખાતે આવેલા ત્રિમંદિરમાં સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મેગા બ્રાહ્મણ સમિટમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની સાથે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, જાણીતા અભિનેતા મનોજ જોશી પણ જોડાયા હતા.
મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટમાં કુલ 32 કંપનીઓ ભાગ લઇ રહી છે. આ કંપનીએ 5 હજારથી વધુ પદ માટે જોબ ઓફર કરશે. આ સમિટમાં રોજગાર મેળાનું તથા લગ્ન મેળાનું પણ આયોજન કર્યું છે. મદદનીશ નિયામક કચેરી, રોજગારના સહયોગથી આ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોજગાર મેળામાં બ્રહ્મ સમાજ ઉપરાંત તમામ જ્ઞાતીના બેરોજગાર યુવાનો ભાગ લઇ શકશે.
આ રોજગાર મેળામાં ભાગ લેવા માટે સવારે 11 વાગ્યે ટોકન આપવાનું શરૂ કરવામાં આવશે. બપોરે 12થી 4 સુધી વિવિધ કંપનીઓ દ્વારા ઇન્ટરવ્યું પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ રોજગાર મેળામાં ધોરણ 10, 12 અને ગ્રેજ્યુએટ હોય તેવા ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે. રોજગાર કચેરીમાં નોંધણી કરાવેલ હોય કે ન હોય દરેક નોકરી ઇચ્છતો હોય તેવો વ્યક્તિ આમાં ભાગ લઇ શકશે.
રોજગાર મદદનીશ નિયામક એસ.આર વિજયવર્ગીય અને બ્રહ્મ સમાજના કો ઓર્ડિનેટર કેતન ઉપાધ્યાયે આ રોજગાર મેળા અંગે જણાવ્યુ કે, આ કાર્યક્રમ સાથે 4 જાન્યુઆરીએ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે માર્ગદર્શન સેમીનારનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ રોજગાર મેળામાં 32થી વધારે કંપનીઓ આવવાની છે. 6 હજારથી વધારે પોસ્ટ માટે વિવિધ પ્રકારની જોબ ઓફર કરવામાં આવશે. આ રોજગાર મેળામાં ભાગ લેવા આવતા તમામ ઉમેદવારોને વિવિધ કંપનીઓ દ્વારા ઉચ્ચતમ પગાર ઓફર કરવામાં આવશે.