મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 72 મા સ્વતંત્રતા દિવસની રાજ્યસ્તરની ઉજવણીના યજમાન જિલ્લા સુરેન્દ્રનગરના પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં મંગળવારે યોજાયેલા મહિલા સંમેલનનો પ્રારંભ કરાવ્યો હતો. આ અવસરે જિલ્લા પ્રભારીમંત્રી કુંવરજી બાવળિયા, સાંસદ ફતેસિંહ દેવપુરા વગેરે હાજર રહ્યા હતા. સંમેલનમાં મુખ્યમંત્રીએ રાજ્ય સરકારની સિદ્ધિઓની માહિતી આપી મહિલા સુરક્ષા માટે લેવામાં આવેલાં પગલાંની પણ જાણકારી આપી હતી.