અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે આંતરાષ્ટ્રીય યોગ દિવસનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યાં હતા. આ કાર્યક્રમમાં CM રૂપાણીએ રાજ્ય યોગ બોર્ડની રચનાની જાહેરાત કરી હતી. તેમણે યોગ કર્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, "રાજ્યમાં યોગ બોર્ડની રચના કરવામાં આવશે. ગુજરાતના જન જન સુધી યોગનો પ્રચાર પ્રસાર કરવામાં આવશે. યોગ આપણી આધ્યાત્મિક વિરાસત છે, તેના પ્રસારની સાથે સાથે સ્વસ્થ શરીર અને તંદુરસ્ત સમાજની રચના કરવા માટે યોગના માધ્યમથી પ્રયાસ કરાશે."