રાજસ્થાનનાં મુખ્યમંત્રી વસુંધરા રાજેએ સોમવારે નાણાકીય વર્ષ 2018-19 માટેનું રાજ્ય સરકારનું બજેટ રજૂ કર્યું હતું. ચૂંટણીલક્ષી આ બજેટમાં ખેડૂતો માટે અનેક કલ્યાણકારી યોજનાઓની સાથે ખેડૂતોને વ્યાજમાફી સહિતની જાહેરાતો પણ કરવામાં આવી હતી. જાહેરાત અનુસાર રાજસ્થાનમાં ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે. જેની રકમ અંદાજે 8000 કરોડ થશે. ખેડૂતોને 2 લાખ નવા કૃષિજોડાણ અપાશે. માર્કેટ શરૂ કરાશે.