કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા માટે મુશ્કેલીમાં વધારો થયો છે. કારણ કે મૈસૂર જમીન કૌભાંડ કેસમાં લોકાયુક્ત દ્વારા તેમને 6 નવેમ્બરે પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યા છે. આ સમન્સ એવા સમયે આવ્યું છે જ્યારે રાજ્યપાલે લોકાયુક્તને મુખ્યમંત્રીની પૂછપરછ કરવાની મંજૂરી આપવાની સત્તા આપી દીધી છે.