ભારતીય જનતા પાર્ટીના નેતા ઇમરતી દેવી પર પૂર્વ સીએમ અને કોંગ્રેસ નેતા કમલનાથની ટિપ્પણી બાદ વિવાદ વધી રહ્યો છે. ભાજપ તેમના નિવેદનનો પૂરજોરમાં વિરોધ કરી રહ્યું છે. મૌન ઉપવાસ બાદ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખીને કમલનાથને પાર્ટીના બધા પદો પરથી હટાવવાની માગ કરી છે.
તેમણે પત્રમાં લખ્યુ, 'તમારી પાર્ટીના નેતા અને પૂર્વ મુખ્યમંત્રીએ આ (અભદ્ર) ટિપ્પણી કરી છે. શું કે યોગ્ય છે? શું ગરીબ મહિલાનું કોઈ સન્માન હોતું નથી? જો તમને લાગે છે કે ટિપ્પણી ખોટી હતી તો શું તમે કાર્યવાહી કરશો? હું તમને આગ્રહ કરુ છું કે તમને નિર્ણય લો.'
તેમણે કહ્યું, 'મેં એક સ્પષ્ટીકરણની આશા કરી હતી, પરંતુ નિવેદનને બેશર્મીની સાથે યોગ્ય ઠેરવવામાં આવી રહ્યું છે. તમે મને ગાળ આપી શકો છો, મને કોઈ નામ આપી શકો છો, પરંતુ એક મહિલાને લઈને આ પ્રકારની ટિપ્પણી દરેક પુત્રી અને માતા વિરુદ્ધ છે. નવરાત્રિમાં મહિલાઓનું અપમાન કરવામાં આવ્યું છે. તેમણે (કમલનાથ)એ બેશર્મી સાથે બધી સરહદોને પાર કરી છે.'