આગામી છઠ્ઠી મેના ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સંભવત: કચ્છમાં આવી રહ્યા છે અને તેઓ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે મુખ્યમંત્રી તા. 6/5ના આવશે, જો કે, હજુ સત્તાવાર કાર્યક્રમ જાહેર નથી થયો પણ તેઓ કચ્છની સીમાએ ફરજ બજાવતા સીમા સુરક્ષા દળના જવાનોને કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા અને કંડલા પોર્ટ ટ્રસ્ટ તરફથી બસ્સોથી વધુ વોટર કૂલર અર્પણ કરશે.