CM વિજય રૂપાણી તા.11 ઓગષ્ટથી ત્રણ દિવસ માટે રશિયાના પ્રવાસે જઇ રહ્યા છે. ભારત સરકારના વાણિજય અને ઊદ્યોગ મંત્રાલય દ્વારા રશિયાના વાલ્ડીવોસ્ટોક આ પ્રવાસ રશિયા-ભારત વચ્ચે વેપાર ઊદ્યોગ જોડાણ અને સહભાગીતાના પ્રોત્સાહન સંબંધોના હેતુસર યોજવામાં આવ્યો છે.
કેન્દ્રીય વાણિજય અને ઊદ્યોગ મંત્રી પિયુષ ગોયલની આગેવાનીમાં રશિયા પ્રવાસે જનારા આ પ્રતિનિધિ મંડળમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો સમાવેશ કરવામાં આવેલો છે. ગુજરાતના મુખ્યમંત્રી ઉપરાંત ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, હરિયાણા અને ગોવા રાજયોના મુખ્યમંત્રીઓ પણ આ પ્રવાસમાં જોડાશે.
વિજય રૂપાણી આ પ્રવાસમાં સહભાગી થવા માટે શનિવારે તા.10 ઑગસ્ટે મોડી રાત્રે રવાના થવાના છે. જયારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના તાજેતરના રશિયા પ્રવાસ દરમિયાન રશિયન પ્રેસિડેન્ટ પુતિન સાથે તેમણે સાઇબેરિયામાં ઇન્ડિયા-રશિયાના વેપાર-ઊદ્યોગ જોડાણ માટે જે મંત્રણાઓ કરી હતી તે સંદર્ભમાં આ પ્રવાસ મહત્વપૂર્ણ બની રહેશે. ભારતીય પ્રતિનિધિ મંડળના આ પ્રવાસના પ્રથમ દિવસે ભારતીય ડેલિગેશન સાથે રશિયાના ડેપ્યુટી પ્રાઇમીનીસ્ટર અને રશિયન ફાર ઇર્સ્ટન ફેડરલ ડીસ્ટ્રીકટના પ્રેસિડેન્શિયલ એન્વોય યુરી તૂર્તનેવ વચ્ચે દ્રિપક્ષીય સંબંધોની વિકાસ સંભાવનાઓ અંગે બેઠક યોજાવાની છે.