ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર દ્વારા આવાસ લાભાર્થીઓને ઈ-ગૃહપ્રવેશ કાર્યક્રમ દરમ્યાન પોતાના સંબોધનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પીએમ મોદીનો આભાર માન્યો હતો. આ પ્રસંગે વિશાળ સંખ્યામાં હાજર લોકોને સંબોધતા મુખ્યમંત્રીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું છે કે 2022 સુધીમાં દરેકને રોટલો અને ઓટલો એટલે કે રોજગારી અને આવાસ મળે.