નોન ટાઉન પ્લાનિંગ- TP એરિયામાં કપાત પછી બાકી રહેતી જમીન પર જ પ્રીમિયમ વસૂલવાની માંગણી સંદર્ભે સરકાર સહાનુભૂતિપૂર્વક વિચારી રહી છે, ડેવલપર્સે વધુ પ્રીમિયમ ભરવું ના પડે તે માટે સરકાર યોગ્ય વ્યવસ્થા કરશે એમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રી રૂપાણીએ શનિવારે ગ્રાહેડ અને ક્રેડાઈના પ્રોપર્ટી- શોનું વર્ચ્યુઅલ ઉદઘાટન કર્યું હતુ. સરકાર પહેલાથી જ એફોર્ડેબલ હાઉસિંગ સેક્ટરને પ્રોત્સાહન અને મદદ કરી રહી છે. તેમાં વધારો કરવા મુખ્યમંત્રી રૂપાણીએ એફોર્ડેબલ હાઉસિંગમાં વધુ મોકળાશભર્યા અને ત્રણ રૂમ રસોડાના મકાનો બાંધી શકાય તે હેતુસર પ્રવર્તમાન ૮૦ ચોરસ મીટરના બિલ્ડઅપ એરિયાના સ્થાને ૯૦ ચોરસ મીટર બિલ્ડઅપ એરિયાના યુનિટનો એફોર્ડેબલ હાઉસિંગમાં સમાવેશ કરવાની મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી હતી. બાંધકામ ઉદ્યોગ સાથે જોડાયેલા ડેવલપર્સ, બિલ્ડર્સ, આર્કિટેક્ટને સંબોધતા મુખ્યમંત્રીએ કહ્યુ કે, એફોર્ડેબલ હાઉસિંગ નિર્માણ માટે સરળતાએ વધુ જમીન ઉપલબ્ધ થાય અને મોટાપાયે આવા આવાસો બનાવી ઘરના ઘરનું સામાન્ય નાગરિકનું સપનું પાર પડે તે માટે ખેતની જમીન મહેસૂલી કાયદાની કલમ ૬૩ છછછ હેઠળ એફોર્ડેબલ હાઉસિંગ માટે જમીનોની પરવાનગી પણ સરકાર આપશે.