રાજ્યની ભાજપ સરકાર કે જે પોતે સંવેદનશીલ સરકાર હોવાનું વારંવાર રટણ કરતી હોય છે તે રૂપાણી સરકારે અચાનક ખેડૂતોને વિચાર કરતા કરી મૂક્યા છે હજુ તો માંડ બે ચાર દિવસ પહેલા જ મગફળીની ટેકાના ભાવે ખરીદી શરુ કરાઈ હતી ત્યાં આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 15 નવેમ્બર સુધી મગફળીની ખરીદી સ્થગિત કરી દેવા માટેનો આદેશ આપ્યો છે. એટલે કે સરકાર 15 નવેમ્બર સુધી મગફળીની ખરીદી નહીં કરે. ઉપરાંત CM રૂપાણીએ કહ્યું કે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પણ નુકશાન થયું છે તેનો સર્વે કરી સરકાર દ્વારા તમામને વળતર આપવામાં આવશે. ચલો CM રૂપાણીએ બીજી વાત કરી તેને લઇ ખેડૂતોને હાલ પુરતી રાહત ચોક્કસ થઇ હશે જ...! કારણ કે સરકારના સંવેદનશીલ હોવાના પુરાવા સરકાર પોતે અવારનવાર આપતી હોય છે અને આમ પણ દર વર્ષે ક્યાં લીલો દુષ્કાળ પડે છે ! હવે ફરી પાછી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરુ થાય તે વાતની તાલાવેલી ખેડૂતના મનમાં ચોક્કસ જાગી હશે કારણ કે તેને સરકારની સંવેદનશીલતા કરતા ખેતરમાં સંપૂર્ણ નુકસાન થયેલી અને બચી કુચી મગફળીને વેચવાની વધુ ચિંતા હશે.