ભારત સરકાર દ્વારા આગામી 16મી જાન્યુઆરીથી રાષ્ટ્રવ્યાપી વેક્સિનેશન (coronavirus Vaccination) કાર્યક્રમની જાહેરાત કરી છે. આ કાર્યક્રમ અંતર્ગત દેશમાં સૌથી પહેલાં હેલ્થ લાઇન વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સને મફતમાં વેક્સિન અપાશે. આ જાહેરાતના પગલે રાજ્ય સરકારે પણ તૈયારીઓ કરી લીધી છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યવ્યાપી વેક્સિનેશન કાર્યક્રમની રૂપરેખા જાહેર કરી હતી.
મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે 'કોરોના સામેની લડાઈ અંતિમ તબક્કામાં છે. આપણા તબીબો, પોલીસ, નર્સ, સફાઇ સ્ટાફે ફ્રન્ટલાઇનમાં લડાઈ લડી છે. આપણે નવા વર્ષને નવી આશા સાથે જોઈએ છીએ. આપણે કેટલાય સમયથી કોવિડની વેક્સિનની રાહ જોઈએ છીએ. વેક્સિન આવી ગઈ છે. વેક્સિન મેડ ઇન ઇન્ડિયા છે. '
M રૂપાણીએ જણાવ્યું કે 'વૈજ્ઞાનિકોએ અથાક પરિશ્રમથી વેક્સિનના નિર્માણમાં સફળતા મળી છે. રાજ્યમાં ડેટાબેઝ તૈયાર છે. રાજ્યમાં 4 લાખ હેલ્થવર્કર્સ, 6 લાખથી વધુ ફ્રન્ટલાઇન વર્કર્સ મળીને કુલ 11 લાખ ઉપર કોવિડ કર્મચારીને વેક્સિનનો પહેલો લાભ મળશે. 50 વર્ષથી ઉપરના 1.05 લાખ લોકો છે. જ્યારે 2.75 હજાર લોકો કોમોર્બિડ છે'