લોકડાઉનનો કડક અમલ ન થતા રાજકોટના જંગલેશ્વરમાં આજે રાતે મધરાતથી જ કરફયૂ લાગુ પાડવામાં આવશે. તેવી જાહેરાત CMO સચિવ અશ્વિનીકુમારે કરી છે. જણાવી દઈએ કે, CM વિજય રૂપાણીએ રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં વધુ વ્યાપક બનેલાં કોરોના વાયરસના સંક્રમણની સ્થિતિમાં રાજકોટ જિલ્લા કલેકટર પોલીસ કમિશનર તેમજ પ્રભારી વરિષ્ઠ અધિકારી રાહુલ ગુપ્તા સાથે મુખ્ય મંત્રી નિવાસ સ્થાને થી વિડિયો કોન્ફરન્સ કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. જે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં કરફયૂ લાગુ કરાયા બાદ ગઈકાલે સુરતના 8 વિસ્તારોમાં કરફયૂ લાગુ કરાયો છે.