અમદાવાદ સાયબર ક્રાઇમે મુખ્યમંત્રી વિજય રૂપાણી અંગે ખોટી અફવા ફેલાવનાર સામે ગુનો નોંધ્યો છે. મહારાષ્ટ્રના ઔરંગાબાદના ફૈસલખાન યુસુફ ઝાઈ નામના વ્યક્તિએ ફેસબુક એકાઉન્ટમાં આ પોસ્ટ મૂકી હતી. આ પોસ્ટમાં તેણે લખ્યું છે કે, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આવી ખોટી અફવા ફેલાવનાર સામે સાયબર ક્રાઇમે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.
સાયબર ક્રાઇમના PSI કે.કે.મોદી સોશિયલ સાઇટ્સ ઉપર ફેલાતી અફવાઓને લઈને સોશિયલ સાઇટ્સનું સર્વેલન્સ કરી રહ્યા હતા. તે દરમ્યાન તેઓને એક પોસ્ટ નજરે ચઢી હતી. જે પોસ્ટમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોવાની વાત કહી હતી. આ અફવા ફેલાવનાર સામે તેઓએ ગુનો નોંધી જરૂરી પુરાવા એકત્ર કરી ફેસબુક એકાઉન્ટ ધારકની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.