દેશ સહિત હાલમાં કોરોનાની સ્થિતિ અતિ ભયંકર છે. હાલત જોતા જ કોરોનાની આ નવી વેવ દેશમાં વધુ પ્રસરી છે જેના પગલે કોરોનાનો પોઝિટિવ રેટ પણ હાલમાં વધુ નોંધાઇ રહ્યોં છે. જો રાજ્યની વાત કરવામાં આવે તો છેલ્લા એક અઠવાડીયા જેટલા સમયથી કોરોનાની આ નવી પીક વધુ મુશ્કેલી સર્જી રહી છે જેના પગલે છેલ્લા 24 કલાકમાં 4 હજારથી વધુ કેસ નોંધાયા જ્યારે 30 થી વધુ લોકોના આ મહામારીના પગલે મોત નિપજ્યા છે.
આ સમગ્ર પરિસ્થિતિને જોતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં કોરોના સંક્રમણ ન વધે અને કોરોનાને કહેરને પગલે વધુ લોકો સંક્રમિત ન થાય તેમજ કોરોનાને નિયંત્રણમાં રાખી શકાય તેવા જન હિત અભિગમથી રાજ્યમાં પાટનગર ગાંધીનગર મહાનગર પાલિકાની આગામી 18 એપ્રિલે યોજાનારી સામાન્ય ચૂંટણીઓ પ્રવર્તમાન સંજોગોમાં મોકૂફ રાખવાની દરખાસ્ત રાજ્ય ચૂંટણી પંચને કરી છે.