મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના સગાવ્હાલા અને મેડિકલ સ્ટાફ સાથે મળીને ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્દઘાટન કર્યુ છે. બનાસ ડેરી દ્વારા 77 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલ ઓક્સિજન પ્લાન્ટમાં પ્રતિ કલાકે 50 ક્યુબીક મીટર ઓક્સિજન હવામાંથી બનશે. જેનાથી દર કલાકે 7 જેટલા જમ્બો ઓક્સિજન સિલિન્ડર ભરી શકાશે. 24 કલાકમાં 168 જેટલાં ઓક્સિજન સિલિન્ડર ભરી શકાશે. રોજના આ ઓક્સિજન પ્લાન્ટમાંથી 12.60 લાખ લીટર ઓક્સિજનનું ઉત્પાદન કરી શકાશે. તો ઉદઘાટન બાદ મુખ્યમંત્રીએ સિવિલ હોસ્પિટલની બનાસ કોવિડ -19 હોસ્પિટલમાં પહોંચી મેડિકલ સ્ટાફ દર્દીઓ અને તેમના સગાવહાલાઓના ખબર અંતર પણ પૂછ્યા હતા.