ગુજરાતમાં આવતીકાલે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે તેવો માહોલ ઉભો થયો છે. પૂરીમાં સુપ્રીમે રથયાત્રાને લીલીઝંડી આપ્યા બાદ ગુજરાતમાં પણ તૈયારીઓ પૂરી કરી લેવાઈ છે. ભગવાન જગન્નાથની યાત્રા પણ નામદાર હાઈકોર્ટે જે નિર્ણય લે એ પ્રમાણે યાત્રા કાઢવા માટે રાજ્ય સરકાર તૈયાર હોવાનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે. રાજ્ય સરકાર હાઈકોર્ટ જે નિર્ણયો લે અનુસાર અમદાવાદમાં રથયાત્રા કાઢવા માટે મક્કમ છે. મંદિર તંત્રે પણ આ બાબતે પૂર્ણ તૈયારી કરી લીધી છે, બની શકે છે કાલે લોકડાઉન કે કરફ્યુના માહોલમાં અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની યાત્રાને મંજૂરી મળી શકે. ગુજરાત સરકારે આ બાબતે લીલીઝંડી આપી દીધી છે હવે આ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હોવાથી કોર્ટના નિર્ણય પર અમદાવાદની જગન્નાથજીની રથયાત્રાનું ભવિષ્ય છે. મંદિર અને પ્રશાસન સહિત પોલીસતંત્રએ રથયાત્રાને લઇને પૂરતી તૈયારી કરી લીધી છે.