મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે મંગળવારે ગાંધીનગરથી અમદાવાદ કાર્યક્રમમાં જઇ રહ્યાં હતાં ત્યારે સુઘડ અમીયાપુર પાસે બાઇક પર સવાર લોકોનો અકસ્માત થયો હતો. અકસ્માત નજરે પડતાં મુખ્યમંત્રીએ પોતાનો કારનો કાફલો રોકાવીને પોતાની કારના કાફલાની એમ્બ્યુલન્સમાં સારવાર અપાવી હતી. દરમ્યાન 108 આવી જતાં ઇજાગ્રસ્તોને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.