પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું 67 વર્ષની વયે દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં હાર્ટ એટેકને કારણે નિધન થયું. સુષ્મા સ્વરાજના નિધન બાદ દેશભરમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમના નિધન પર દુખ વ્યક્ત કર્યું હતું. તો ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
સીએમ વિજય રૂપાણીએ ટ્વીટ કરીને લખ્યું કે, પૂર્વ વિદેશ મંત્રી સુષ્માજીના આકસ્મિક નિધનથી દુખ પહોંચ્યું છે. હું તેમના માટે પ્રાથના કરું છું. મારી સંવેદના તેમના પરિવાર સાથે છે. ઓમ શાંતિ.
આ ઉપરાંત ગુજરાત ભાજપ સરકારને ત્રણ વર્ષ પૂર્ણ થતાં આયોજન કરવામાં આવેલ તમામ ઉજવણીના કાર્યક્રમ રદ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત ભાજપના પણ તમામ કાર્યક્રમ રદ કરી દેવામાં આવ્યા છે.