Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઈમરાન ખેડાવાલા સાથે ગઈકાલે થયેલી બેઠક અને તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારે CM વિજય રૂપાણી પોતાના ગાંધીનગર સ્થિતિ મુખ્યમંત્રી આવાસ બંગલા નંબર 26માં સેલ્ફ આઈસોલેટ થયા છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ શહેરના ધારાસભ્યો ઇમરાનભાઇ ખેડાવાલા, ગ્યાસુદિન શેખ અને શૈલેષ પરમાર સાથે ટેલિફોનિક વાતચીત કરી તેમના ખબરઅંતર લીધા છે. ગ્યાસુદિન શેખ અને શૈલેષ પરમાર બે આઇસોલેશનમાં છે ત્યારે તેઓ પોતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખે તેવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ ઇમરાન ખેડાવાલા જે હાલ સારવારમાં છે તેમના ખબરઅંતર પૂછ્યા હતા. તેમજ તેમને વધુ સારવાર વગેરેની કોઇ જરૂરિયાત હોય તો તે માટે મદદરૂપ થવાની તત્પરતા દર્શાવી હતી. વિજય રૂપાણીએ ઇમરાન ખેડાવાલા સહિત આ ત્રણેય જનપ્રતિનિધિઓ ત્વરિત સ્વસ્થ થઇને ફરી પોતાના વિસ્તારના નાગરિકો-લોકોની સેવાના કાર્યોમાં લાગી જાય તેવી શુભેચ્છાઓ પણ આપી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ