આજે દિલ્હી ખાતે ગરવી ગુજરાત ભવનનું ખાતમહૂર્ત થશે. વડાપ્રધાન મોદીના હસ્તે 182 કરોડના ખર્ચે નિર્મિત ગરવી ગુજરાત ભવનના લોકાર્પણ સમારોહમાં ભાગ લેવા માટે મુખ્ય મંત્રી રૂપાણી દિલ્હી જવા રવાના થયા છે. દિલ્હી જતાં પહેલાં અમદાવાદ એરપોર્ટ ખાતે તેમણે સરદાર સરોવરની જળ સપાટી, આજી ડેમ, વિંગ કમાન્ડર અભિનંદન અને ગરવી ગુજરાત ભવન વિશે નિવેદન આપ્યું હતું. સી.એમ. રૂપાણીએ જણાવ્યું હતું કે સરદાર સરોવરની સપાટી 135 ફૂટે પહોંચી છે અને આગામી 10-15 દિવસોમાં 138 ફૂટે પહોંચશે. ડેમ સંપૂર્ણપણે ભરાઈ જતાં આગામી બે વર્ષ સુધી રાજ્યપરથી જળસંકટ ટળ્યું છે.