દિલ્હીમાં દારૂ નીતિના કથિત કૌભાંડમાં ઈડીની ધરપકડને પડકારતી અરવિંદ કેજરીવાલની અરજી પર મંગળવારે સુપ્રીમમાં સુનાવણી પૂરી થઈ શકી નહીં. આથી કોર્ટે વચગાળાનો ચૂકાદો આપવાનું ટાળતા દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ સુપ્રીમમાંથી તાત્કાલિક રાહત મેળવવામાં નિષ્ફળ ગયા હતા. આ કેસમાં કેજરીવાલને વચગાળાની રાહત આપતા જામન આપવામાં તેમણે મુખ્યમંત્રીપદે રહેવું કે કેમ તે મોટો સવાલ છે. આ અસાધારણ સ્થિતિ છે તેમ બેન્ચે જણાવ્યું હતું.