રાજધાની દિલ્હી (Delhi) માં કોરોના (Coronavirus) ના વધતા સંક્રમણને રોકવા માટે આજે મહત્વની જાહેરાત કરાઈ. દિલ્હીમાં વિકેન્ડ કર્ફ્યૂ (Weekend Curfew) ની જાહેરાત કરવામાં આવી છે. આ વિકેન્ડ કર્ફ્યૂ શુક્રવારે રાતે 10 વાગ્યાથી શરૂ થશે અને સોમવારે સવારે 6 વાગ્યા સુધી રહેશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે પ્રેસ કોન્ફરન્સમાં આ નવા પ્રતિબંધોની જાહેરાત કરી. અત્રે જણાવવાનું કે દિલ્હીમાં બુધવારે રેકોર્ડબ્રેક 17 હજારથી વધુ નવા કોરોના દર્દીઓ નોંધાયા છે. મોતનો આંકડો પણ સતત વધી રહ્યો છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ઉપરાજ્યપાલ અનિલ બૈજલ વચ્ચે આજે બેઠક થઈ અને કોરોના મામલે મહત્વના નિર્ણય લેવાયા.