રાજધાની દિલ્હીમાં રોજગાર, વેપાર અને અર્થવ્યવસ્થાને લઈને મોટા સમાચાર આવ્યા છે. આવતા વર્ષે 2023માં દિલ્હીમાં 28 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી દિલ્હી શોપિંગ ફેસ્ટિવલ ઉજવવામાં આવશે. દિલ્હી આ વર્લ્ડ ક્લાસ ફેસ્ટિવલનું આયોજન કરશે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે આ જાણકારી આપી.
સીએમ કેજરીવાલે કહ્યું કે, દિલ્હી શોપિંગ ફેસ્ટિવલ દેશનો સૌથી મોટો તહેવાર હશે. અમે તેને વિશ્વનો સૌથી મોટો તહેવાર બનાવીશું. દુનિયાભરના લોકોને આમંત્રિત કરાશે, જેથી તેઓ દિલ્હી અને તેની સંસ્કૃતિનો અનુભવ કરી શકે. તેમણે કહ્યું કે, આ ઉત્સવમાં દરેક વ્યક્તિ માટે ચોક્કસપણે કંઈક તો હશે જ. લોકો આમાં અભૂતપૂર્વ અનુભવ કરશે. તેમાં અનેક પ્રદર્શનો યોજાશે. દેશભરમાંથી ઘણા કલાકારોને આમંત્રિત કરવામાં આવશે અને આ એક મહિનામાં 200 કોન્સર્ટ કરવામાં આવશે.