સુપ્રીમ કોર્ટે કહ્યું કે મુખ્યમંત્રી ઈચ્છે તો સલાહકાર રાખી શકે, તેનો ખર્ચ રાજ્યની તિજોરીમાંથી કરી શકે. નીતિશ કુમારના સલાહકાર તરીકે પ્રશાંત કિશોરની નિમણૂંક અંગે થયેલી PILની સુનાવણીમાં ચીફ જસ્ટિસે આ મત વ્યક્ત કર્યો. ચીફ જસ્ટિસે કહ્યું કે મુખ્યમંત્રી દરેક વિષયના નિષ્ણાત ન હોઈ શકે. નોંધપાત્ર છે કે નીતિશે રાજ્ય સરકારમાં પ્રશાંતને સલાહકાર તરીકે નીમ્યો તેની વિરુદ્ધ આ PIL થયેલી.