ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પોતાનુ નામાંકન દાખલ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ દરમિયાન તેમની સાથે હાજર રહેશે. આ અગાઉ કેન્દ્રીય મંત્રી શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સત્તારૂઢ ભાજપ ફરી એકવાર રાજ્યમાં અગાઉના તમામ રેકોર્ડ તોડીને અને મહત્તમ બેઠકો અને મતો મેળવીને સરકાર બનાવશે.